વિકિપીડિયા:વિડિયોવિકિ/વિક્રમ સારાભાઈ

વિકિપીડિયામાંથી
વિડિયોવિકિ/વિક્રમ સારાભાઈ (માર્ગદર્શિકા)
ચિત્ર:En.Wikipedia-VideoWiki-વિક્રમ સારાભાઈ.webm
વિકિમીડિયા કૉમન્સ કડી
વિડિયો બનાવવાના પગથિયા
પગથિયું ૧ફેરફારોનું પૂર્વદર્શન કરો (૧૦ સેકંડ)
પગથિયું ૨કોમન્સ પર અપલોડ કરો (૧૦ મિનિટ)

વિઝ્યુલએડિટ વડે ફેરફાર કરો

પરિચય[ફેરફાર કરો]

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે.[૧] તેઓ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.

અંગત જીવન[ફેરફાર કરો]

વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ અમદાવાદ ખાતે ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો.

કારકિર્દી[ફેરફાર કરો]

અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઇ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે. [૨] તેઓ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.

ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી[ફેરફાર કરો]

૧૯૪૭માં અમદાવાદ ખાતે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ની સ્થાપના કરી.[૩]

સંશોધન ક્ષેત્ર[ફેરફાર કરો]

સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા.[૩]

નોંધપાત્ર સંસ્થાઓ[ફેરફાર કરો]

વિક્રમ સારાભાઈએ નહેરૂ ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ, અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઇ કેમિકલ્સ, દર્પણ નાટ્ય અકાદમી જેવી અનેક સંસ્થાઓની સ્થાપનામાં સક્રીય ભૂમિકા ભજવી.[૩]

ભારતીય અવકાશીય કાર્યક્રમ[ફેરફાર કરો]

૧૯૬૨માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે.[૩]


પ્રથમ ઉપગ્રહ[ફેરફાર કરો]

ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો. [૩]

વિશિષ્ટ પદ[ફેરફાર કરો]

સારાભાઈ વિજ્ઞાન સાથે સંકળાયેલ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વિવિધ પદો પર રહ્યા.

ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ[ફેરફાર કરો]

૧૯૬૨માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના ભૌતિક વિભાગના અધ્યક્ષ બન્યા.[૩]

ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી[ફેરફાર કરો]

૧૯૭૦માં ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીની ૧૪મી જનરલ શિબિરના પ્રમુખ બન્યા.[૪]


ભારતીય પરમાણું ઉર્જા આયોગ[ફેરફાર કરો]

૧૯૬૬ થી ૧૯૭૧ દરમિયાન ભારતીય પરમાણું ઉર્જા આયોગના ચેરમેન રહ્યા.[૩]

સંયુક્ત રાષ્ટ્ર સંમેલન[ફેરફાર કરો]

૧૯૭૧માં 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખપદે રહ્યા.[૫]

પુરસ્કાર[ફેરફાર કરો]

સારાભાઈને તેમના પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા ૧૯૬૬માં પદ્મ ભૂષણ પુરસ્કાર અને ૧૯૭૨માં મરણોત્તર પદ્મ વિભુષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.[૬]

પરિવાર[ફેરફાર કરો]

વિક્રમ સારાભાઇના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ‎‎ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. મલ્લિકા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યકાર અને સામાજીક કાર્યકર છે જ્યારે કાર્તિકેય પણ વિજ્ઞાન ક્ષેત્રે સકિય છે.[૩]

વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર[ફેરફાર કરો]

દક્ષિણ ભારતમાં તિરુવનંતપુરમ્ ખાતે આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "The Visionary- Vikram Ambalal Sarabhai". Vikram Sarabhai Space Centre. મેળવેલ ૨૨ જુલાઇ ૨૦૧૫.
  2. ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધરો, માહિતી કમિશ્નર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, નવેમ્બર ૨૦૧૪, પૃ. ૨૦-૨૩
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ R., Parthasarathy (April 3, 2003). "Vikram Sarabhai (1919-1971): Architect of Indian space programme". www.thehindu.com. મેળવેલ 2019-08-10.
  4. "From the Archives (May 23, 1969): Sarabhai assails faltering nuclear policy". The Hindu (અંગ્રેજીમાં). 2019-05-23. ISSN 0971-751X. મેળવેલ 2019-08-10.
  5. "Space Applications Centre". www.sac.gov.in. મેળવેલ 2019-08-10.
  6. "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs, Government of India. 14 August 2013. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.