ઝાલાવાડ

વિકિપીડિયામાંથી

ઝાલાવાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. તે ઝાલાવાડ જિલ્લાનું મુખ્ય મથક પણ છે. તે રાજ્યના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલું છે. તે ભૂતપૂર્વ ઝાલાવાડ રજવાડાની રાજધાની હતી. આ જિલ્લો રાજસ્થાનનો ૨૨મો સૌથી મોટો જિલ્લો છે. આ જિલ્લો રાજસ્થાનના ચેરાપુંજી, રાજસ્થાનના નાગપુર, રાજસ્થાનના બ્રિજનગર વગેરેના હુલામણા નામથી જાણીતો છે. સમગ્ર રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ આ જિલ્લાના મનોહરથના શહેરમાં થાય છે તે કારણે તે રાજસ્થાનના ચેરાપુંજી તરીકે ઓળખાય છે. ઝાલાવાડથી થોડે દૂર કાલીસિંધ અને આહુ નદીના સંગમ પર ગાગ્રોન કિલ્લો આવેલો છે જે રાજસ્થાનના જલદુર્ગમાંનો એક છે અને તે એક એવો કિલ્લો છે જે પાયા વગરનો કિલ્લો છે. આ કિલ્લાને ૨૦૧૩માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Jhalawar-Rajasthan. "History". jhalawar.rajasthan.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ 16 September 2017.