લખાણ પર જાઓ

રવિન્દ્ર જૈન

વિકિપીડિયામાંથી
રવિન્દ્ર જૈન

રવિન્દ્ર જૈન (૨૮ ફેબ્રુઆરી, ૧૯૪૪ - ૯ ઓક્ટોબર, ૨૦૧૫) ભારતીય હિન્દી ચલચિત્ર ઉદ્યોગના જાણીતા સંગીતકાર તેમ જ ગીતકાર હતા. એમણે ફિલ્મ સંગીત ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરુઆત ઈ. સ. ૧૯૭૩ના વર્ષમાં રજુ થયેલ સૌદાગર ફિલ્મથી કરી હતી, જેમાં એમણે ગીતકાર તેમ જ સંગીતકાર તરીકે કાર્ય સંભાળ્યું હતું. એમને ઈ. સ. ૧૮૮૫ના વર્ષમાં રામ તેરી ગંગા મેલી ફિલ્મ માટે ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સંગીતકાર તરીકે પુરસ્કૃત કર્યા હતા. આ ઉપરાંત એમને ઈ. સ. ૨૦૧૫ના વર્ષમાં સંગીતક્ષેત્રમાં એમણે કરેલા યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતીય ટેલિવિઝન ક્ષેત્રમાં રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામાયણ ધારાવાહિક શ્રેણીમાં પણ એમણે સંગીત પીરસ્યું હતું.

૯ ઓક્ટોબર, ૨૦૧૫, શુક્રવારના દિવસે મુંબઈ ખાતે એમનું અવસાન થયું હતું.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]